કંઇ જ નથી રેવાનું પાસ,
તોય આ આશ શેની છે?
નથી આવાનું કોઈ સાથ,
તોય આ તલાશ શેની છે!
મીઠા છે ઝરણા સંબંધો ના બધે,
તોય આ પ્યાસ શેની છે! ,
કોરી કટ પાપણો માં ક્યારેક,
આ ભીનાશ શેની છે!..
શું તારુ ને શું મારુ,...
છોડ ને, આ બધી કાસ શેની છે!
એક જ જીવન છે આ, માણી લે..
જીવવા મા આ કચાશ શેની છે!...
-KJ ✍️