Saturday, June 25, 2022

અરીસો

એક દિવસ અરીસો ખીજાયો મને,

કઈ દુનીયામાં જીવે છે તું??

થોડુ સજી કરી લે, મને દુનીયાની નજર ગણી લે..

થોડુ મારુ માની લે, આ દુનીયા ભોટ છે,

મનની સુંદરતા નથી દેખાતી અમને,

એ જ અમારી મોટી ખોટ છે.....

******************************************

દિદાર કરાવી ને બાહ્ય સજતા શીખવે,

જો ને એક અરીસો સૌને ઠગતા શીખવે...

******************************************

એક અરીસો ગજબ વફાદારી કરી ગયો,

પોતે તુટી ગયો પણ દૂનીયાભરના ભેદ સાચવી ગયો..


#KJ ✍️✍️

1 comment:

Thank you so much.. 😇🙏