ક્યાંક ઝરણું કયાંક ધોધ,
અનેક સ્વરૂપ છે મારા,
કઈક ને કઈક કહેતા,
જો તું ધ્યાન થી શોધ,
પર્વત થી જન્મી હું, થઈ સાવ અજાણ,
છંછેડાઇસ ઘણી આગળ, સેજ પણ નહોતું ભાન
કયાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર તો ક્યાંક મારે બંધાવું પડશે,
જાત તો સ્ત્રી ની જ છું, કંઈક કેટલુંક સહન કરવું પડશે,
ખળ ખળ વહેતી જન્મી હું જાણે નાનુ બાળ,
ધીમા ડગલે મે કિશોરાવસ્થા તરફ કર્યુ પ્રયાણ..
સમજણી થતા જ રસ્તા થયા ઉબડ ખાબડ,
અથડાતી કુદતી હું હવે ચાલી આગળ,
ક્યાંક જીવાદોરી બની તો સુકાઇ ને ક્યાંક સર્જ્યો દુકાળ
માનવે છંછેડી મને તો ક્યાંક સર્જ્યો વિનાશ અકાળ,
ક્યાંક પવિત્ર ગણી મને, તો ક્યાંક મેલી કરાઇ,
જેવો જેનો સ્વાર્થ, મને એવી રખાઈ,
આગળ જતા રસ્તે ધીમે ધીમે વધી ઉંડાઈ,
આમ જ વહેતા વહેતા આ યુવાની માંડ સચવાઈ,
ક્યાંક ધસમસતા વહેણ તો ક્યાંક ધીર ગંભીર,
અઘરુ થયું જ્યારે "માં" કહીને મારા માં વહાવ્યા મૃત શરીર
થાકીને વહેતા આગળ મંજીલ મારી દેખાઈ,
શાંત થઈને હું છેલ્લે દરિયા માં સમાઈ
બાથ ભરી દરિયે અને મને સંભાળી,
મીઠું પાણી ખારુ કેમ થયું, વાત મે એને જણાવી,
ખારાશ બધી મારી લઈને, દરિયો પોતે ખારો થયો,
નામ ના આવ્યું મારુ કયાંય અને જગત માં વગોવાઈ ગયો,
આમ, પુરુષ થી જન્મી અને પુરુષ માં સમાણી,
સત્ય તો એ જ છે કે એક સ્ત્રી પુરુષ થી જ સચવાણી
નથી અસ્તિત્વ એક સિવાય બીજાનું,
બંન્ને એકબીજા ને સમજીને રહે એ જ જીવન મજાનું
હા..હું નદી...
ક્યાંક ઝરણું ક્યાંક ધોધ,
અનેક સ્વરૂપ કીધા મે મારા,
હવે તુ સમજ જ્યારે પણ મને શોધ...
હા હું નદી......................
13 comments:
Such great work...👏🏻👏🏻
ખૂબ સરસ ����
Thank you ..����
Thank you..����
Beautiful
Thank you..🙏
બસ આવી જ સરસ રચનાઓ વાંચી ને જિંદગી નો થાક ઊતરી જાય છે...
બસ આવી જ સુંદર રચના વાંચી ને જિંદગી નો થાક ઊતરી જાય છે
ખૂબ સરસ, બસ આમ જ લખતા રહો..
Beautiful 👌👌🤩
સુંદર રચના.
સુંદર અને રચનાત્મક કાવ્ય.
Supperb
Post a Comment