સાંજ...
મારી પ્રિય સાંજ.....
આઠેય પ્રહર માંથી મને સૌથી વધુ ગમતો પ્રહર એટલે આ સાંજ,
દિવસ ભરની ભાગદોડ ની વચ્ચે એક મીઠો વિસામો એટલે આ સાંજ
આ સાંજ મને મારી પોતાની લાગે, એકલતા માં મારી પ્રિય સખી લાગે.
જાણે મારી સાથે વતો કરતી, મારી મન ની બધી મુંજવણ સાંભળતી
સાંજ નો ઢળતો સૂરજ જાણે જીવન ની ઢળતી ઉમર ની જેમ કેટ કેટલાય તડકા છાયા જોઈ ને કસાયો હોય અને એક અનુભવી વડીલ ની જેમ માર્ગદર્શન આપતો હોય એવું લાગે.
એના હુંફાળા તડકામાં જાણે કોઈ અંગત વ્યક્તિ ની મીઠી હુંફ લાગે...આજ નો દિવસ જીંદગી નો છેલ્લો દિવસ નથી એવી સાંત્વના સાથે આવતીકાલ ના સૂર્યોદય થી જીંદગી ની ફરી થી દોટ મૂકવાની હિંમત આપતી...
મને મારી જાત થી જ ભેટો કરાવતી આ સાંજ....
હા...આ સાંજ મને મારી પોતાની લાગે......
– ખુશાલી જોશી ✍️
No comments:
Post a Comment