Sunday, March 27, 2022

વિશ્વ રંગમંચ દિવસ...

રોજ દિવસનો પદડો ખુલે ને નવો મંચ હોય છે, 

હું નાયક એક ને પાત્રો ભજવાતા અનેક હોય છે,

#KJ ✍️

Wednesday, March 23, 2022

ચલ છોડ, કોને પડી છે?!!

કેહવું ઘણું છે, પણ શબ્દો નથી,

હૈયા ની વાત હોઠે છે, પણ હિમ્મત નથી,

શોધું છું કોઈ વાંચે જો આંખો ની ભાષા,

સ્વાર્થ જોઈ સૌનો, એમા પણ મળી નિરાશા,

હવે તો મૌન ગુંગળાઈ ને હિબકે ચડ્યું છે,

વિચારુ છું કે લખવા બેસું, 

 પણ પછી થાય કે ચલ છોડ કોને પડી છે?!!.....✍️

Monday, March 14, 2022

बस यूं ही....

रास्ते खामोश है, सिर्फ मंज़िलो का शोर है

जरा संभलकर ए दोस्त, राह में धोखा देने वाले कई मोड़ है, 

हर‌ एक‌ मोड‌ की अलग एक कहानी है,

हर डगर पर मिलती कुछ सीख सयानी है,

कदम उठाए हैं तो चलता चल,

ना‌ रुक, ना डर, बस अपने पे भरोसा कर,

राह में हर तरह के लोग‌ मिलेंगे, 

मीठा बोलने वालो के कड़वे इरादे भी मिलेंगे

हौसला देख तेरा लोग कई जलेंगे,

मंजिल आने तक,  तुझे क‌ई तोड़ेंगे,

पर तु हिम्मत मत हारना ए दोस्त,

कामियाबी पाने पर, तुझे तोड़ने वाले ही,

तुझसे‌‌ मिलने दोडेंगे....

Thursday, March 3, 2022

હું.... નદી....

હું.... નદી.....
ક્યાંક ઝરણું કયાંક ધોધ,
અનેક સ્વરૂપ છે મારા, 
કઈક ને કઈક કહેતા,
જો તું ધ્યાન થી શોધ,

પર્વત થી જન્મી હું, થઈ સાવ અજાણ,
છંછેડાઇસ ઘણી આગળ, સેજ પણ નહોતું ભાન 

કયાંક સૌમ્ય તો ક્યાંક રૌદ્ર તો ક્યાંક મારે બંધાવું પડશે,
જાત તો સ્ત્રી ની જ છું, કંઈક કેટલુંક સહન કરવું પડશે,

ખળ ખળ વહેતી જન્મી હું જાણે નાનુ બાળ,
ધીમા ડગલે મે કિશોરાવસ્થા તરફ કર્યુ પ્રયાણ..

સમજણી થતા જ રસ્તા થયા ઉબડ ખાબડ,
અથડાતી કુદતી હું હવે ચાલી આગળ,

ક્યાંક જીવાદોરી બની તો સુકાઇ ને ક્યાંક સર્જ્યો દુકાળ 
માનવે છંછેડી મને તો ક્યાંક સર્જ્યો વિનાશ અકાળ,

ક્યાંક પવિત્ર ગણી મને, તો ક્યાંક મેલી કરાઇ,
જેવો જેનો સ્વાર્થ, મને એવી રખાઈ,

આગળ જતા રસ્તે ધીમે ધીમે વધી ઉંડાઈ,
આમ જ વહેતા વહેતા આ યુવાની માંડ સચવાઈ,

ક્યાંક ધસમસતા વહેણ તો ક્યાંક ધીર ગંભીર,
અઘરુ થયું જ્યારે "માં" કહીને મારા માં વહાવ્યા મૃત શરીર

થાકીને વહેતા આગળ મંજીલ મારી દેખાઈ,
શાંત થઈને હું છેલ્લે દરિયા માં સમાઈ

બાથ ભરી દરિયે અને મને સંભાળી,
મીઠું પાણી ખારુ કેમ થયું, વાત મે એને જણાવી,

ખારાશ બધી મારી લઈને, દરિયો પોતે ખારો થયો,
નામ ના આવ્યું મારુ કયાંય અને જગત માં વગોવાઈ ગયો,

આમ, પુરુષ થી જન્મી અને પુરુષ માં સમાણી,
સત્ય તો એ જ છે કે એક સ્ત્રી પુરુષ થી જ સચવાણી

નથી અસ્તિત્વ એક સિવાય બીજાનું,
બંન્ને એકબીજા ને સમજીને રહે એ જ જીવન મજાનું

હા..હું નદી...
ક્યાંક ઝરણું ક્યાંક ધોધ,
અનેક સ્વરૂપ કીધા મે  મારા,
હવે તુ સમજ જ્યારે પણ મને શોધ...

હા હું નદી......................