Friday, December 24, 2021

ઝાકળ સમાન સ્વપ્ન...


ઝાકળ સમાન સ્વપ્ન રાખીને બેઠી છું હું,

જેમાં વાસ્તવીકતા નો તડકો અડતા જ,

બીજાની ઇચ્છાપૂર્તિ નું મેઘધનુષ્ય સર્જાય છે...


ખબર છે તુટશે જ,

તોય મન ને ક્યાં મનાય છે?

હર પળ રંગ બદલતી આ દુનીયા માં

જોને ભોળપણ મારુ વગોવાય છે...


ખેલ મોટો છે,

જે સમજે એને જ આ રમત સમજાય છે,

અહીં સ્વાર્થના પાસા ફેકાય છે અને,

ઝાકળ તૂટતા જ નગર આખું ઠુઠવાય છે

Thursday, December 9, 2021

મૃગજળ સમાન જીંદગી...

મૃગજળ સમાન આ જીંદગી માં હર પળ તરસ બમણાઇ ગઇ,

જયાં ઇચ્છા પુરી થવાની હાશ થઈ, ત્યાં જ જાત છેતરાઇ ગઇ.

સીધા દેખાતા આ રસ્તા પર, મંઝીલ સામેજ દેખાઈ ગઈ,

લાગે કે ચાલો પોચ્યા હવે, ત્યાંજ એક વળાંક પર ધાપ ખવાઈ ગઈ.

Saturday, December 4, 2021

આમ તો દુઃખ ઘણા છે...

આમ તો દુ:ખ ઘણા છે જીવન માં, સહાય એટલું સહ્યા કર્યું

છટકવા ચાહ્યું ઘણીવાર, દર એક પળ છટકબારી શોધવા મથ્યા કર્યું

આમ તો જીંદગી નો જુગાર ઘણો અધરો છે જાણુ છું પ્રભુ,

છતાંય મારા ભાગ્ય માં ક્યારેક સારા પાસા ફેકીસ તું એવું મે ધાર્યા કર્યું...

Wednesday, October 27, 2021

શરદ ની વહેલી પરોઢ....

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી,

રોજ આવી ને જાણે ભાત ભાત ની વાતો કેહતી, 

ક્યારેક સવારે,  માં ની જેમ વ્હાલ થી ઉઠાડતી,

તો ક્યારેક બાળક ની જેમ થોડું વધારે સુવાની લાલસા જગાડતી,

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


કોણ જાણે શું જાદુ રેલાવતી !!, 

વહેલી સવારની આ મધમીઠી ચiદની, મનને બહુ લુભાવતી,

ચાલ..ઉઠ હવે, કામે વળગ !  આવો મીઠો ઠપકો ય જાણે દેતી જાતી,

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


પક્ષીઓ ની મીઠી કલબલ અને આ મંદ ધીમો વહેતો પવન

પુષ્પો ની આ મીઠી મહેક અને લોકોની આ ધીમી હલચલ 

તું જાણે મીઠા પ્રભાતિયા સંભળાવતી,

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


આહ! આ ઝાકળ જાણે સ્પર્શ તારો,

આ ધુમ્મસ જાણે એહસાસ તારો,

તું નથી ક્યાય છતાં તારા સાથ ની અનુભુતિ કરાવતી

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


બાલ્કની માં ઉભી હું ખોવાયી તારી મીઠી યાદ માં

વાહ! શું તાજગી છે !! ખાલી તારા આ એહસાસ માં

હાથમાં એક કપ ચા અને એક તારા સાથ ની ચાહ...

ત્યાં તો લ્યો આવી આ સૂર્ય ની કિરણ,

જાણે  મારી આ બધી ભીનાશ ઉડાડતી...

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


- ખુશાલી જોશી ✍️

Friday, April 23, 2021

સ્વાર્થી હું માનવજાત

સ્વાર્થી હું માનવજાત


પહેલી વાર આવ્યો જગત માટે તારી પાસ


સમય છે કપરો, સૂઝતો નથી એકેય રસ્તો



એવામાં શરણે તારી એકજ ઉપાય સુઝતો



નાસ્તિક ના ધરે પણ હવે રોજ તારુ નામ લેવાતું હશે 



તુ જ વિચાર પ્રભુ, બાળક તારો કેટલી ભીંસ મા હશે



આસ્થા જાગી છે તારા માં પ્રભુ, લાજ એની રાખજે



બાળક છીએ તારા, થોડી દયા રાખજે, 



હજી તો ઉગી ને ખીલ્યા પણ નથી, 



બાળ એવા શ્વાસ લેવા મથે છે,



બસ કર પ્રભુ હવે "ૐ શાંતિઃ" લખતા હાથ ધ્રુજે છે.. 🙏🙏🙏




- Khushali Joshi