Wednesday, October 27, 2021

શરદ ની વહેલી પરોઢ....

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી,

રોજ આવી ને જાણે ભાત ભાત ની વાતો કેહતી, 

ક્યારેક સવારે,  માં ની જેમ વ્હાલ થી ઉઠાડતી,

તો ક્યારેક બાળક ની જેમ થોડું વધારે સુવાની લાલસા જગાડતી,

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


કોણ જાણે શું જાદુ રેલાવતી !!, 

વહેલી સવારની આ મધમીઠી ચiદની, મનને બહુ લુભાવતી,

ચાલ..ઉઠ હવે, કામે વળગ !  આવો મીઠો ઠપકો ય જાણે દેતી જાતી,

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


પક્ષીઓ ની મીઠી કલબલ અને આ મંદ ધીમો વહેતો પવન

પુષ્પો ની આ મીઠી મહેક અને લોકોની આ ધીમી હલચલ 

તું જાણે મીઠા પ્રભાતિયા સંભળાવતી,

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


આહ! આ ઝાકળ જાણે સ્પર્શ તારો,

આ ધુમ્મસ જાણે એહસાસ તારો,

તું નથી ક્યાય છતાં તારા સાથ ની અનુભુતિ કરાવતી

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


બાલ્કની માં ઉભી હું ખોવાયી તારી મીઠી યાદ માં

વાહ! શું તાજગી છે !! ખાલી તારા આ એહસાસ માં

હાથમાં એક કપ ચા અને એક તારા સાથ ની ચાહ...

ત્યાં તો લ્યો આવી આ સૂર્ય ની કિરણ,

જાણે  મારી આ બધી ભીનાશ ઉડાડતી...

શરદની વહેલી પરોઢ અને આ ગુલાબી ઠંડી.....


- ખુશાલી જોશી ✍️